અફઘાનિસ્તાન 🆚 ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T-20 મેચ સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. 3 T-20 મેચોની શ્રેણીમાં, પ્રથમ T-20 મેચ ઝિમ્બાબ્વેની ટીમે 4 વિકેટે જીતી હતી. બીજી T-20 મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી હતી.
અફઘાનિસ્તાન 🆚 ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T-20 મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન બનાવ્યા હતા. દરવીસ રસૂલીએ 42 બોલમાં 6 ચોગ્ગા, 1 છગ્ગા અને 58 રનની ઈનિંગ રમી હતી. દરવીસ રસૂલીએ ટી-20 મેચમાં પ્રથમ અડધી સદી ફટકારી હતી. અઝમતુલ્લા ઉમરઝાઈએ 23 બોલમાં 28 રન બનાવ્યા હતા અને કોઈએ લાંબી ઈનિંગ્સ રમી ન હતી.
ઝિમ્બાબ્વે બેટિંગ
ઝિમ્બાબ્વે ટીમમાં બ્રાયન બેનેટે 27 રન અને કેપ્ટન સિકંદર રઝાએ 35 રન બનાવ્યા હતા. અને કોઈએ વધુ સ્કોર કર્યો નથી. અને અફઘાનિસ્તાનના બોલર રાશિદ ખાન, નવીન ઉલ હકે 3-3 વિકેટ લીધી છે. આ જ મુજીબ ઉર રહેમાને 2 વિકેટ લીધી છે. ઝિમ્બાબ્વેની ટીમ 17.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનની ટીમે આ મેચ 50 રનથી જીતી લીધી છે. બંને ટીમોએ 1-1 મેચ જીતી છે, આ શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે.
રાશિદ ખાન
રાશિદ ખાને ઝિમ્બાબ્વે T-20 સિરીઝમાં બે મેચમાં 5 વિકેટ, પ્રથમ T-20 મેચમાં 2 અને બીજી T-20 મેચમાં 3 વિકેટ ઝડપી છે, તેણે અત્યાર સુધી 8 ઓવર ફેંકી છે.
નવીન ઉલ હક
નવીન ઉલ હકે ઝિમ્બાબ્વે સામેની બે T-20 મેચમાં 6 વિકેટ લીધી છે.
ઝિમ્બાબ્વે ટીમ
બ્રાયન બેનેટ, તદિવનાશે મારુમાની, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, વેસ્લી માધવેરે, તાશિંગા મુસેકિવા, વેલિંગ્ટન એમ, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ એમ, ટ્રેવર ગ્વાન્ડુ.
અફઘાનિસ્તાન ટીમ
રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, ઝુબેદ અકબરી, દરવીશ રસૂલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝાઈ, ગુલબદ્દીન નાયબ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફરીદ અહેમદ મલિક.