બાંગ્લાદેશ 🆚 વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 3 વનડે શ્રેણીની પ્રથમ મેચ 5 વિકેટે જીતી લીધી હતી. અને બીજી વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં બાંગ્લાદેશના બેટ્સમેન બેટિંગ કરતા જોવા મળ્યા હતા
બાંગ્લાદેશ 🆚વેસ્ટ ઈન્ડિઝ ODI સિરીઝ રેકોર્ડ્સ
બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 11 વનડે સિરીઝ રમાઈ છે, જેમાંથી બાંગ્લાદેશે 6 સિરીઝ જીતી છે અને વેસ્ટ ઈન્ડિઝે 5 સિરીઝ જીતી છે.
જેડેન સિલ્સ
બાંગ્લાદેશ સામે જેડન સિલ્સે 8 ઓવરમાં 18 રન અને 3 વિકેટ ઝડપી છે, જેમાં સૌમ્ય સરકાર, લિટન દાસ અને મેહદી હસન મિરાજ આઉટ થયા છે.
બાંગ્લાદેશ 🆚 વેસ્ટ ઈન્ડિઝ ODI હેડ ટુ હેડ
બાંગ્લાદેશ 🆚 વેસ્ટ ઈન્ડિઝની ODI મેચ, 45 ODI મેચો સામસામે રમાઈ છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 22 મેચ જીતી છે અને બાંગ્લાદેશની ટીમ 21 મેચ જીતી છે અને 2 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી, બંને ટીમો બરાબરી પર રહી છે.
બાંગ્લાદેશ બેટિંગ
બાંગ્લાદેશની ટીમ તરફથી તનઝીમ હસને 33 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશની ટીમ તરફથી સૌમ્ય સરકાર 2 રન, લિટન દાસ 4 રન, મેહદી હસન મિરાજ 1 રન, અફીફ હુસૈન 24 રન અને જેકર અલી 3 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝનો બોલર
જેડેન સિલ્સ 3 વિકેટ
ગુડકેશ મોતી 2 વિકેટ
જસ્ટિન ગ્રીવ્ઝ 1 વિકેટ
એમ માઈન્ડલી 1 વિકેટ
બાંગ્લાદેશ
સૌમ્ય સરકાર, લિટન દાસ, મેહદી હસન મિરાજ (કેપ્ટન), અફીફ હુસૈન, મહમુદુલ્લાહ, ઝાકર અલી (વિકેટકીપર), રિશાદ હુસૈન, તનઝીમ હસન સાકિબ, શોરીફુલ ઈસ્લામ અને નાહીદ રાણા.
બ્રાન્ડોન કિંગ. એવિન લેવિસ, કિસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન-વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ. રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, એમ મિંડલી, ગુડકેશ મોતી. જેડેન સિલ્સ