સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે ધૂમ મચાવી
સ્મૃતિ મંધાનાએ વેસ્ટ વિમેન્સ ટીમની ત્રીજી T-20 મેચમાં 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અને સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ રમી હતી. આ પછી ડિઆન્દ્રાએ સ્મૃતિ મંધાનાને આઉટ કરી દીધી હતી. ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સ્મૃતિ મંધાનાએ 3 T-20 મેચની શ્રેણીમાં 193 રન અને ત્રણ અડધી સદી ફટકારી હતી. સ્મૃતિ મંધાનાએ 2024માં 763 રન સાથે એક વર્ષમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓની ત્રીજી T-20 શ્રેણીમાં 193 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓએ 3 ટી-20 શ્રેણી રમી છે. અને શ્રીલંકાની ચમારી અટાપટ્ટુએ યુએઈની ઈશા ઓઝને પાછળ છોડી દીધી છે.
મહિલા T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી.
સ્મૃતિ મંધાનાએ 23 મેચમાં 763 રન બનાવ્યા છે
ચમરી અટાપટ્ટુ 21 મેચ 720 (2024)
ઈશા ઓજા 20 મેચમાં 711 રન (2024)
હેલી મેથ્યુઝે 14 મેચમાં 700 રન બનાવ્યા (2023)
કવિશા અગોડેગે 27 મેચમાં 696 રન (2022)
2024માં સ્મૃતિ મંધાનાનો ક્રિકેટમાં કમાલ અને ધમાલ
સ્મૃતિ મંધાનાનું વર્ષ 2024 યાદગાર રહેશે તેણે 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે 3 T-20 મેચમાં 64.33ની એવરેજથી 3 અડધી સદી સાથે 193 રન બનાવ્યા છે. અને 2024માં ODI મેચોમાં 4 સદી ફટકારી હતી. સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 1 સદી ફટકારી હતી. 2024માં તેણે 10 વનડેમાં 59.90ની એવરેજથી 599 રન બનાવ્યા હતા.