પાકિસ્તાન 🆚 દક્ષિણ આફ્રિકાની છેલ્લી ODIમાં પાકિસ્તાન 308, પાકિસ્તાનના 4 ખેલાડીઓનું અદ્ભુત પ્રદર્શન

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને છેલ્લી વનડે મેચ વરસાદને કારણે બપોરે 2 વાગ્યે ટોસ કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે 2:15 મિનિટમાં શરૂ થયો હતો અને મેચ 47 ઓવરમાં પૂર્ણ થઈ હતી.

પાકિસ્તાનની બેટિંગ ટીમ
પાકિસ્તાનની ટીમમાં એક, બે નહીં પરંતુ 3 ખેલાડીઓએ જોરદાર ઇનિંગ્સ રમી છે. સૈમ અયુબે 107.45ના સ્ટ્રાઈક રેટથી 94 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 101 રનની ઇનિંગ રમી હતી (2) બાબર આઝમે 71 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા અને અને (3) મોહમ્મદ રિઝવાને 52 બોલમાં 5 ફોર, 1 સિક્સ, 53 રન, સલમાન આગાએ 33 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 48 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનની ટીમમાં સદી અને અડધી સદી
પાકિસ્તાની બેટ્સમેન સૈમ અયુબે ODI ક્રિકેટમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે.
બાબર આઝમે ODI મેચમાં પોતાની 34મી અડધી સદી ફટકારી છે.
મોહમ્મદ રિઝવાને વનડેમાં તેની 15મી અડધી સદી ફટકારી છે.

પાકિસ્તાનની ટીમે 47 ઓવરમાં 9 વિકેટે 308 રન બનાવ્યા હતા. કાગીસો રબાડાએ 3, માર્કો જોન્સન, બ્રાયન ફોર્ટ્યુને 2-2, કોર્બિન બોશ, ક્વેના માફાકાએ 1-1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાન ટીમ
બાબર આઝમ, સલમાન આગા, તૈયબ તાહિર, સઈમ અયુબ, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન વિકેટકીપર), કામરાન ગુલાબ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ હસનૈન, સુફિયાન મુકીમ.

દક્ષિણ આફ્રિકાની ટીમ
ટેમ્બા બાવુમા (કેપ્ટન) એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ટોની ડી જોર્ઝી, રાસી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, માર્કો જોહ્ન્સન, કોર્બિન બોશ, બ્રાયન ફોર્ટ્યુન કાગીસો રબાડા, ક્વેના મ્ફાકા

Leave a Comment