T-20 ક્રિકેટના ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર સાત ખેલાડીઓ કોણ છે પ્રથમ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન છે.ટ્રેવિસ હેડે સ્કોટલેન્ડ સામેની પ્રથમ આંતરરાષ્ટ્રીય T-20 મેચમાં 25 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 80 રનની ઇનિંગ રમી હતી.જેમાં સ્કોટલેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયાએ ગઈકાલની મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.સ્કોટિશ ટીમે 20 ઓવરમાં 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં સ્કોટલેન્ડે 9 વિકેટ ગુમાવી દીધી હતી.ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ 9.4 ઓવરમાં 3 વિકેટે 156 રનનો સ્કોર પાર કર્યો હતો, જેમાં ટ્રેવિસ હેડે 80 રન, મિશેલ માર્સે 39 રન અને જોશ ઈંગ્લિશે 27 રન બનાવી ઓસ્ટ્રેલિયાને ઝડપી જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન
ઓસ્ટ્રેલિયાની ટીમે 9.4 ઓવરમાં ટાર્ગેટ પાર કરી લીધો હતો.ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડે 25 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 80 રનની ઇનિંગ રમી હતી.ઓસ્ટ્રેલિયામાં ટ્રેવિસ હેડ 17 બોલમાં અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે અને આની પહેલા સ્ટોઇનિસે ઓક્ટોબરમાં શ્રીલંકા સામે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી.
T-20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
73 રન – ટ્રેવિસ હેડ 🆚 સ્કોટલેન્ડ (2024)
67 રન – પોલ સ્ટર્લિંગ 🆚 વેસ્ટઈન્ડિઝ (2020)
66 રન – કોલિન મુનરો 🆚 વેસ્ટઈન્ડિઝ (2018)
64 રન – ક્વિન્ટન ડી કોક 🆚 વેસ્ટઈન્ડિઝ (2023)
62 રન – એવિન લેવિસ 🆚 બાંગ્લાદેશ (2018)
62 રન – જોન્સન ચાર્લ્સ 🆚 દક્ષિણ આફ્રિકા (2024)
60 રન – મોહમ્મદ વસીમ 🆚 અફઘાનિસ્તાન (2023)
બીજી મેચ ક્યારે રમાશે સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ કયા સમયે શરૂ થશે?
સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચ શુક્રવાર, 6 સપ્ટેમ્બરે સાંજે 6:30 કલાકે રમાશે.
સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T-20 મેચ કયા સ્ટેડિયમમાં રમાશે?
સ્કોટલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી મેચ ગ્રેન્જ ક્રિકેટ ક્લબ, એડિનબર્ગમાં રમાશે.
સ્કોટલેન્ડ XI ટીમ
જ્યોર્જ મુન્સે, ઓલી હેયર્સ, બ્રાન્ડોન મોકુમુલન, રિચી બેરિંગ્ટન (સી), મેથ્યુ ક્રોસ, માઈકલ લિસ્ક, માર્ક વોટ, જેક જર્વિસ, ચાર્લી કાઉસલ, બ્રાંડટ વ્હીલ, જેસ્પર ડેવિડસન
ઓસ્ટ્રેલિયા XI ટીમ
ટ્રેવિસ હેડ, જેક ફ્રેઝર મેકગર્ગ, મિશેલ માર્શ (કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, શોન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, એડમ ઝમ્પા, રિલે મેરેડિથ